ત્રણ મોટા એઆઈ પ્લેટફોર્મ એકસાથે ઠપ, વિશ્વભરના યુઝર્સ પ્રભાવિત
ગુરુવાર સાંજે અચાનક ત્રણ મુખ્ય એઆઈ પ્લેટફોર્મ ચેટજીપીટી, ક્લાઉડ અને ગ્રોક ટેકનિકલ ખામીના કારણે ઠપ પડી ગયા. વિશ્વભરમાં લાખો યુઝર્સ લોગિન કરી શકતા નથી અને જૂની ચેટ લોડ કરવામાં મુશ્કેલી આવી રહી છે. ડાઉનડિટેક્ટર વેબસાઇટ પર અમેરિકા માં 1,200 થી વધુ અને ભારત માં 84 થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
ઓપનએઆઈ ના ચેટજીપીટી, એન્થ્રોપિક ના ક્લાઉડ અને એલન મસ્ક ના ગ્રોક એઆઈ માં યુઝર્સને લોગિન અને ચેટ સેવાઓમાં અવરોધ આવી રહ્યો છે. ડાઉનડિટેક્ટર અનુસાર, આ વેબસાઇટ એપ અને વેબસાઇટની સતત દેખરેખ રાખે છે અને કોઈપણ સમસ્યામાં યુઝર્સની ફરિયાદો તરત નોંધે છે. પ્રભાવિત યુઝર્સમાંથી 50 ટકાને ક્લાઉડ કોડ, 24 ટકાને ક્લાઉડ ચેટ અને 19 ટકાને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી છે.
5 free articles left today
0 of 5 free reads used today.
સૌથી વધુ વંચાયેલા



Comments
0 threadsNo approved comments yet. Start the discussion.